સિવિલ હોસ્પિટલની ઓપીડી નં. 20 માં કોઈ નિષ્ણાંત ફેફસાના ડૉક્ટર હાજર રહેતા ન હોવાની રાવમોરબી: મોરબીને સિરામિક સિટી બનાવનાર ગરીબ શ્રમિકો હાલ ફેક્ટરીઓની લાપરવાહીના કારણે સિલીકોસીસ જેવા જીવલેણ વ્યવસાયજન્ય રોગનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ સ્થાનિક વહીવટી તંત્ર, DISH કચેરી અને સિવિલ હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે 'સિલીકોસીસ પીડીત સંઘ, મોરબી' દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે.સિવિલ હોસ્પિટલની બેદરકારી અને ખાનગી પ્રેક્ટિસના આક્ષેપોશ્રમિક સંગઠને આવેદનપત્રમાં આરોગ્ય કમિશનરના 02-01-2026 ના પરિપત્રનો હવાલો આપતા જણાવ્યું છે કે, સિલીકોસીસ પીડિતોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવાની જોગવાઈ હોવા છતાં મોરબી સિવિલ હોસ્પિટલની ઓપીડી નં. 20 માં કોઈ નિષ્ણાત ફેફસાના ડૉક્ટર હાજર રહેતા નથી. ગંભીર દર્દીઓની તપાસ માત્ર ઇન્ટર્ન ડૉક્ટરોના ભરોસે છોડી દેવાય છે. ગત 08-01-2026 ના રોજ હોસ્પિટલના અધિક્ષક દ્વારા પીડિતો સાથે અયોગ્ય વર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, ફરજના સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા સરકારી તબીબોના બાયોમેટ્રિક હાજરી પત્રકો ચકાસી પગલાં લેવા રજૂઆત કરાઈ છે.DISH કચેરીની નિષ્ક્રિયતા અને પીડિતોના ગંભીર કિસ્સાઓમજૂર કાયદા (ગુજરાત સુધારા) અધિનિયમ 2015 હેઠળ કલમ 22 મુજબ જો શ્રમિક અસમર્થ હોય તો વળતરની અરજી કરવાની જવાબદારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) કચેરીની છે. પરંતુ અધિકારીઓ માત્ર 15 દિવસની નોટિસ આપીને બીમાર મજૂરોને લેબર કોર્ટમાં ધક્કા ખાવાની સલાહ આપી રહ્યા છે. આવેદનમાં 3 પ્રતિનિધિ કિસ્સાઓ રજૂ કરાયા છે જેમાં સોનેટ સેનેટરીવેરમાં કામ કરનાર રમેશભાઈ બાબુભાઈ રાઠોડ પથારીવશ હોવા છતાં વળતર મળ્યું નથી. નોબલ ઇન્ડસ્ટ્રીઝના શ્રમિક મેરુભાઈ દેવશીભાઈ કણજારીયા 18-04-2026 ના રોજ વળતર મેળવ્યા વિના જ મૃત્યુ પામ્યા છે. સિમ્પોલો વિટ્રીફાઈડ કંપનીમાં 20 વર્ષથી કામ કરતા મીઠાભાઈ પુજાભાઈ સોલંકીના પુરાવા આપ્યા હોવા છતાં વળતરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ નથી.મહાનગરપાલિકાનો વિલંબ અને સંઘની મુખ્ય માંગણીઓઅસંગઠિત શ્રમિકોને સરકારી યોજનાઓ માટે જરૂરી એવું 'વ્યવસાયનું પ્રમાણપત્ર' આપવામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારે વિલંબ કરાઈ રહ્યો છે. સિલીકોસીસ પીડીત સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે સિવિલમાં નિઃશુલ્ક સારવાર અને કાયમી ફેફસાના નિષ્ણાત મુકાય, કસૂરવાર ફેક્ટરીઓ સામે DISH કાનૂની અરજી દાખલ કરી વળતર અપાવે, અને જિલ્લા સિલીકોસીસ કમિટીની બેઠક બોલાવી શ્રમિક સંઘને સાંભળવામાં આવે.તેમ યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #Silicosis #MorbiCivilHospital #CeramicCity #MorbiNews #GujaratNews #LaborRights #DISH #WorkerSafety