રેલીમાં વિશાળ સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા : આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગમોરબી : ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી છે.ખાખરાળા ગામે સ્વ.કિશન જગદીશભાઈ કરોતરાની થયેલ નિર્મમ હત્યામાં આરોપીની હજુ સુધી ધરપકડ થયેલ નથી. જે બાબતે રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેને લઈને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે સામાકાંઠે કેસરબાગથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. વધુમાં આ રેલી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી યોજાવાની છે. ત્યાં જિલ્લા પોલીસ વડાને આ નિર્દોષ યુવાનની હત્યાનાં આરોપીને કડક સજા થાય તેમજ વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવશે.