નોંધણી નિયમોની વિસંગતતા દૂર કરવામાં નહિ આવે તો મોટાભાગની પ્રિ સ્કૂલો બંધ થઈ જશે : જિલ્લા કલેકટરને અપાયું આવેદનમોરબી : મોરબીમાં આજે લાલ બાગથી જિલ્લા સેવા સદન સુધી પ્રિ-સ્કૂલ સંચાલકોએ મૌન રેલી યોજી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરને પ્રિ સ્કૂલના નોંધણી નિયમમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા આવેદન આપવામાં આવ્યું હતું. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા આવેદનમાં જણાવાયુ હતું કે પ્રિ-સ્કુલોની નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર લેખિતમા રજૂઆતો કરેલ છે. સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોમાં કનડગતતા છે. જો તેમાં ફેરફાર કરવામાં નહી આવે તો મોટાભાગની પ્રિ-સ્કૂલ બંધ થઈ જશે. જેથી કોઈપણ (રેસીડેન્સીયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલલ્ફ બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે. 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવેતો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે.ટ્રસ્ટ / નોન પ્રોફિટ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ. તેવી માંગ છે.આ ત્રણ બાબતે રજૂઆતો થઈ હોવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવેલ નથી. રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલો છે. જેનાથી 2થી 3 લાખ મહિલાઓ સ્વમાન ભેર રોજગાર મેળવી રહી છે. પરિણામે રજિસ્ટ્રેશનની વિસંગતતા દૂર કરવાની માંગ સાથે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા આજે સવારે મૌન રેલી સાથે રજુઆત કરવામાં આવી છે.