મોરબી : રાજ્યસભા સાંસદની ધરપકડના વિરોધમાં કાલે મોરબીમાં આમ આદમી પાર્ટીની મૌન રેલી એલાન કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી મૌન રેલી કાઢી વિરોધ વ્યક્ત કરશેરાજ્યસભાના સાંસદ સંજયસિંહની ગેરકાયદે ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આવતીકાલે તારીખ ૬ ઓકટોબર શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે મોરબીના નગરદરવાજાથી એસબીઆઈ બેંક બાપુના બાવલા સુધી શાંતિપૂર્વક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાઈને વિરોધ વ્યક્ત કરશે.