રાહુલ ગાંધીની મુહિમ અંતર્ગત મોરબીની OMVVIM અને વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે વિદ્યાર્થીઓનું સહી અભિયાન શરૂ કરાયુંમોરબી : રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી 'છાત્રો કી ગુંજ' મુહિમ અંતર્ગત મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજરોજ મોરબીની OMVVIM કોલેજ અને વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આ સહી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના સહ પ્રભારી ચંદ્રકલા નાગોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરીની આગેવાની હેઠળ આ સહી અભિયાન યોજવામાં આવ્યું હતું.મોરબી શહેર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પુષ્પરાજસિંહ જાડેજા, જય મેરજા, મિલન સોરીયા, પ્રકાશ રાજપરા, હાજી કોરડીયા, મુસાભાઈ વડાવરિયા અને ટીનાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાંકાનેર ખાતે ગોરધનભાઈ સરવૈયા, આબીદભાઈ શેરસિયા અને રુક્મુદિન માથકિયા હાજર રહ્યા હતા.#MorbiUpdate #YouthCongress #Morbi #Wankaner #ChhatroKiGunj #SignatureCampaign #OMVVIMCollege #MohamadiCollege #MorbiNews