મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ પર અનુપમ સોસાયટી નજીક ગત તા.14ના રોજ લગ્નપ્રસંગમાંથી પરત આવી રહેલા જગમાલભાઈ ધીરુભાઈ દેગામાં ઉ.19ના જીજે - 36 - એક્યુ - 4026 નંબરના બાઇકને સામેથી પુરપાટ ઝડપે આવતી જીજે - 36 - આર - 7265 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લેતા જગમાલભાઈને ગોળા તેમજ કમરના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે જગમાલભાઈએ કાર ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.