વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાને આર્થિક ભીંસથી કંટાળી લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામની સીમમાં આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પિયુષ આંનદકુમાર અગ્નિહોત્રી ઉ.19 નામના યુવકની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પૈસાની તંગીના કારણે સતત ટેંશનમાં રહેતો હોય મનોમન લાગી આવતા ગઈકાલે પોતાના લેબર કવાટર્સમાં ગલફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.