મોરબી: મોરબીના વાવડી રોડ પર બાપાસીતારામ પેલેસની બાજુમાં આવેલા ન્યુ શ્રદ્ધા પાર્ક સોસાયટી ખાતેના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 16 મેથી 18 મે સુધી ઉજવવામાં આવશે. સિદ્ધેશ્વર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તારીખ 16 મે ને મંગળવારના રોજ ધાન્યવાસ, તારીખ 17 મે ને બુધવારના રોજ સામૈયા, દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જળયાત્રા, પુણ્યાહવાયન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવહોમ, પ્રધાન હોમ, અઘોર હોમ, સ્વીસ્ટક હોમ, નવ આહુતિ અને આરતી જેવા પ્રસંગો યોજાશે. જ્યારે તારીખ 18 મે ને ગુરુવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ધજા ચડાવી આરતી કરી વાસ્તુ પૂજન કરવામાં આવશે. તારીખ 18 મેના રોજ સાંજે 6 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે શૈલેષભાઈ રામશંકર પંડ્યા (ભાવપર વાળા) બિરાજશે. આ ઉપરાંત તારીખ 18 મે ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે ન્યુ શ્રદ્ધા પાર્ક સોસાયટી ખાતે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનીક ગોપાલ સાધુ, લાખાભાઈ આહીર અને લોક સાહિત્યકાર તેમજ હાસ્યકાર મુન્ના બાપુ નિમાવત હાજર રહેશે.