પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુઓ માટે ક્લ્બ 36માં ખાસ શો યોજ્યોમોરબી : મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષથી ચાલતા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર નામની સંસ્થામાં સિદ્ધાર્થ જોષી નામના યુવાન સાત વર્ષથી અનેરી સેવા આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં સિદ્ધાર્થભાઈના પ્રયાસોથી પ્રજ્ઞાચક્ષુઓને ક્લ્બ 36માં વિશેષ શો આયોજિત કરી શ્રીકાંત ફિલ્મ જોવા મળી હતી.પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના હતીમભાઈ રંગવાળા એ જણાવ્યું હતું કે, આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે. જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગનો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સિદ્ધાર્થ જોષીએ સંસ્થાને પોતાનામાં સમાવી લીધી હોય તેમ સંસ્થા માટે ખડેપગે ઉભા રહે છે, તેઓ છેલ્લા 7 વરસથી આગવી સુજ-બુજ તેમજ દીર્ઘ-દ્રષ્ટિથી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પહોંચાડ્યા છે. તાજેતરમા આવેલી અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ શ્રીકાંતને મોરબી શહેર તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો.જો કે, સિદ્ધાર્થભાઈએ આ ફિલ્મ જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસમાં સિનેમામાંથી ઉતરી ગયેલ હોય તેમને ખાસ ક્લબ 36નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુ ઓ માટે આ ફિલ્મને મંગાવી અંધજનોને તા 5/6/2024ના રોજ આ ફિલ્મ બતાવી હતી. ફિલ્મ જોયા બાદ પ્રજ્ઞાચક્ષુઓના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળતુ હતું. તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેજશભાઈ બારા તરફ઼થી અંધ ભાઈ બહેનોને પફ સેન્ડવીચ તેમજ ઠંડા પીણાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સાથે ક્લબ 36નાં ઓનર રાજુભાઈ તરફ઼થી ઇન્ટરવેલમાં નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.