રોજના 8000 ટ્રકના ફેરા ઘટીને માત્ર 200 થઈ થયા : હજારો ડ્રાઇવર અને ક્લીનરની રોજગારી છીનવાઈ ગઈમોરબી : મોરબીમાં ગેસની અછતના કારણે સિરામિક એકમો મોટા પાયે શટડાઉન થતા તેની સીધી અને ગંભીર અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી છે. સિરામિક ફેક્ટરીઓ બંધ થવાથી રો-મટીરીયલની આવક અને તૈયાર ટાઇલ્સની જાવક સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ સ્થિતિને કારણે મોરબીનો ધમધમતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલમાં ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ મોરબીમાં દરરોજ 7 થી 8 હજાર ટ્રકોની આવનજાવન રહેતી હતી, જે ઘટીને અત્યારે માત્ર 200 જેટલી જ રહી ગઈ છે. રો-મટીરીયલ આવતું બંધ થતાં અને માલનું લોડિંગ ઘટતા અગાઉ જંગી માત્રામાં વાહનોની આવનજાવન હતી તેની જગ્યાએ હવે મોટાભાગના વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પરિવહન ક્ષેત્રમાં મોટી અસર જોવા મળી રહી છે.આ કપરી પરિસ્થિતિના કારણે હજારો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટરો માટે તેમના વાહનોની લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બની ગયા છે અને આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો પરિવારોની હાલત અત્યંત કફોડી બનશે.અંદાજે 16 હજાર જેટલા ડ્રાઇવર અને ક્લીનરો બેરોજગાર થયાટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ ઠપ થવાથી અંદાજિત 16 હજાર જેટલા ડ્રાઇવર અને ક્લીનરો બેરોજગાર થયા છે. આ ઉપરાંત લોડિંગ અને અનલોડિંગના કામ સાથે જોડાયેલા મજૂરોની ઓન રોજગારી છીનવાઈ ગઈ છે. જો પરિસ્થિતિ નહિ સુધરે તો ભારે મુશ્કેલી સર્જાશે.વાહનોની લોનના હપ્તા ભરવા મુશ્કેલટ્રાન્સપોર્ટરોએ પોતાના વાહનો માટે બેંકોમાંથી મોટી લોન લીધેલી હોય છે. કામકાજ સંપૂર્ણ બંધ હોવાથી અને કોઈ આવક ન હોવાથી હવે બેંકોના ચડેલા લોનના હપ્તા કઈ રીતે ભરવા તે એક મોટો યક્ષ પ્રશ્ન ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકો માટે ઊભો થયો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CeramicIndustry #TransportIndustry #GujaratNews #LatestNews