કચ્છ જીલ્લાના માજી સાંસદને પણ આમંત્રણ મોરબી : મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીતના અગ્રણીઓ દ્વારા કચ્છ જીલ્લાના માજી સાંસદ ઉષાબેન ઠક્કરને તેમજ વાગડ, ભચાઉ, ગાંધીધામ, સામખિયાળી, માનકુવા, સુખપર, મિર્ઝાપુર, ભુજ સહીતના કચ્છ જીલ્લાના લોહાણા સમાજના આગેવાનોને રામધામ ખાતે યોજાનાર શ્રીરામ મહાયજ્ઞનું રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર રામધામનુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે નિર્માણ કાર્ય રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા. ૧૦, ૧૧, ૧૨ દરમિયાન હરિચરણદાસજીના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રીરામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જીલ્લાની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, વાગડ લોહાણા મહાજન, ભચાઉ લોહાણા મહાજન, ગાંધીધામ લોહાણા મહાજન, સામખિયાળી લોહાણા મહાજન, ભુજ લોહાણા મહાજન, સુખપર, મિર્ઝાપુર, માનકુવા લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ. તે ઉપરાંત, કચ્છ જીલ્લાના માજી સાંસદ ઉષાબેન ઠકક્કર, રઘુવંશી અગ્રણી અશોકભાઈ કારીયા, પંકજભાઈ ઠક્કર, રવિભાઈ મીરાણી સહીતનાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ. શ્રીરામધામના નિર્માણ કાર્યને ચોમેરથી સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલમા સંતો-મંહતોની ઉપસ્થિતીમા યોજાનાર ઐતિહાસિક શ્રીરામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે. તેમ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.