7 એપ્રિલે વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે પાટોત્સવ યોજાશેમોરબી : મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આગામી તારીખ 8 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા અને વિરાટ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોરબીના પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ વ્યાસપીઠ પર બિરાજીને દરરોજ સવારે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે.આ મહોત્સવ પ્રસંગે 9 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી દરરોજ સવારે 7-30 થી 9-30 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ યોજાશે. મહોત્સવ સ્થળે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી રચિત યુગ સાહિત્યન વિરાટ પુસ્તક મેળો યોજાશે જેમાં 50 ટકા રાહત દરે પુસ્તકો આપવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આંબાના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાશે. આ કથાનો લ્હાવો લેવા સર્વેને જણાવવામાં આવ્યું છે. સાથે જ તારીખ 7 એપ્રિલના રોજ વાંકાનેર ખાતે ગાયત્રી શક્તિપીઠ ખાતે 33મો પાટોત્સવ મહોત્સવ યોજાશે. જેમાં સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન તથા સમૂહ જપ થશે. બપોરે 4 કલાકે નવકુંડી ગાયત્રી યજ્ઞ શરૂ થશે અને સાંજે 7 કલાકે પૂર્ણાહુતિ થશે. સાંજે 7-30 કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.