મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા રઘુવંશીઓના પરિવારોના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 27/12/2019 થી તારીખ 2/1/2020 સુધી 'રઘુવંશી ધામ' 8,કાયાજી પ્લોટ, મોરબી ખાતે દરરોજ સવારે 9:30 થી બપોરે 12:30અને બપોરે 3:30 થી સાંજે 6:30 દરમિયાન યોજાશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય શ્રી નરેશભાઇ રાજ્યગુરુ (મુંબઈ) બિરાજી કથાનું રસપાન કરાવશે. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમ્યાન આવતા દરેક પ્રસંગોને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે.રઘુવંશીના પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં પોથી લખાવવા માટે શ્રી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ ચંડીભંમર અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી ભરતભાઈ રાચ્છનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.