મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામના પ્રભુભાઈ પડસુંબીયા તથા તેઓના પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે કથાકાર પિયુષભાઇ પંડ્યા (ઘુંટુવાળા)ના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા. 1 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. કથાનો સમય સવારે 9થી 12 તથા સાંજે 3થી 6 કલાકનો રહેશે. કથા બ્રહ્માનંદ સભાખંડ, તળાવડીવાળા હનુમાનજી મંદિરની બાજુમાં, ઈશ્વરીયા મહાદેવ મંદિર રોડ, નાની વાવડી ખાતે રાખવામાં આવી છે. આ તકે દીપ પ્રાગટ્ય તથા આશીર્વચન બગથળાના નકલંક ધામના સંત દામજી ભગત દ્વારા કરવામાં આવશે. પડસુંબીયા પરિવાર દ્વારા કથાના રસપાનનો લાભ લેવા માટે ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.