વાંકાનેર : વાંકાનેરમાં જડેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન તા. 16 એપ્રિલથી 22 એપ્રિલ સુધી કરવામાં આવ્યું છે. જેમાં કથાનું રસપાન આચાર્ય મનીષભાઈ દવે (મૂળ નેસડા (ખા.), હાલ વાંકિયા, ધ્રોલ) વ્યાસપીઠ સ્થાનેથી સઁગીતમાંય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા અંતર્ગત તા. 16ના રોજ સવારે 10-30 કલાકે પોથીયાત્રા નીકળશે. આ કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.