મોરબી : મોરબીના દરિયાલાલ મંદિર ખાતે. તા. 9 થી 17 જુલાઈના સવારે 9 થી 12 અને બપોરના 3 થી 6 કલાકે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 13ના સાંજે 5 કલાકે નૃસિંહ જન્મ, તા. 14ના સવારે 10:30 કલાકે વામન જન્મ, સાંજે 4 કલાકે રામ જન્મ તેમજ સાંજે 5 કલાકે કૃષ્ણ જન્મ, તા. 15 ના સાંજે 5 કલાકે ગોવર્ધન પૂજા, તા. 16 ના સાંજે 4 કલાકે રૂક્ષ્મણી વિવાહ, તા. 17 ના સવારે 11 કલાકે સુદામા ચરિત્ર તથા તા. 18ના સવારે 8:30 કલાકે દશાંશ હવન જેવાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. દરેક ધર્મપ્રિય જનતાને આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા દરિયાલાલ મંદિરના પૂજારી અશોકભાઈ પંડ્યાએ નિમંત્રણ પાઠવ્યું છે.