2 થી 8 ફેબ્રુઆરી સુધી ગુરુદેવ સ્વામી અશોકાનંદજી (સ્વામી અમૃત પ્રકાશજી) પોતાની ઓજસ્વી વાણીમાં સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે પ્રતિદિન સાંજે સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ દર્શાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: કથામાં ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈદ્વારકા: રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર કર્મભૂમિ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણાયન દેશી ગો રક્ષા સમિતિ અને ભાગીરથીધામ આશ્રમ-હરિદ્વાર દ્વારા એક દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડની સૌથી મોટી ગૌશાળા ‘શ્રી કૃષ્ણાયન ગૌરક્ષા શાળા’ના લાભાર્થે યોજાયેલા આ આધ્યાત્મિક મહોત્સવમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કથાનું સમયપત્રક અને વક્તાનાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે તા. 2 થી 8 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આ જ્ઞાનયજ્ઞ યોજાશે. હરિદ્વાર-ઋષિકેશથી પધારેલા ગુરુદેવ સ્વામી અશોકાનંદજી (સ્વામી અમૃત પ્રકાશજી) પોતાની ઓજસ્વી વાણીમાં દરરોજ સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી અને પોથી પૂજનના વિશેષ આયોજનો પણ રાખવામાં આવ્યા છે.સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આકર્ષણકથાની સાથે સાથે રાત્રિના સમયે ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરાયું છે. જેમાં 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 05:00 કલાકે ધ્યાની દવે દ્વારા ક્લાસિકલ ડાન્સની પ્રસ્તુતિ દ્વારા નૃત્ય ભક્તિ તેમજ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 09:00 વાગ્યે જયશ્રી દાસ માતાજીના સ્વરે ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.પિતૃ તર્પણ અને રહેવા-જમવાની સુવિધાઆ પવિત્ર ભૂમિ પર ભક્તો પોતાના સ્વર્ગસ્થ સ્વજનોના મોક્ષાર્થે પિતૃકાર્યનો લાભ લઈ શકે તે માટે કથા સ્થળે પિતૃઓના ફોટા મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ યજમાન તરીકેના ધર્મલાભ અને કાર્યક્રમમાં આવતા પ્રસંગોની ઉજવણીમાં ભાગરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, દૂરથી આવતા ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે. જે ભક્તો રાત્રિ રોકાણ કરવા ઈચ્છતા હોય તેમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે માટે વ્યવસ્થા સમિતિના સભ્યો કનુભાઈ પટેલ (9879806716) અને અરવિંદભાઈ દેત્રોજા (9825827527) નો સંપર્ક કરવા જણાવાયું છે.આ આયોજનનો મુખ્ય હેતુ ગૌમાતાની રક્ષા અને સંત સેવા છે. ત્યારે ભક્તોને આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવી તન, મન અને ધનથી ગૌસેવામાં સહભાગી થવા અપીલ કરી છે.