મોરબી : કેશવાનંદ બાપુની તપસ્થલી એવા મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે આગામી તારીખ 2 માર્ચ થી 8 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી માતાજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે શાસ્ત્રીજી નીખિલભાઈ જોષી વ્યાસપીઠ પર બીરાજીને કથાનું રસપાન કરાવશે. 2 માર્ચના રોજ સવારે 8 કલાકે પોથીજીની યાત્રા નીકળશે. કથા દરમિયાન દરરોજ વિવિધ પાવન પ્રસંગો ઉજવાશે. તો આ કથાનું રસપાન કરવા સૌ ભક્તોને આમંત્રણ પાઠવાયું છે. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ શાસ્ત્રીજી નીખિલભાઈ જોષીની યુટ્યૂબ ચેનલ પર નિહાળી શકાશે.