રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજાશે કથામોરબી : મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી તારીખ 31 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી સુધી મોરબીના કાયાજી પ્લોટ-8 શ્રી રઘુવંશી ધામ ખાતે દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.રઘુવંશી યુવક મંડળ આયોજિત આ કથામાં દરરોજ સવારે 9-30 થી 12-30 અને બપોરે 3-30 થી સાંજે 6-30 સુધી કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. 31 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે જલારામ પ્રાર્થના મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન દરરોજ પાવનકારી પ્રસંગો યોજાશે. 1 ડિસેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. જેમાં નિધિબેન ધોળકીયા- ગ્રુપ ઉપસ્થિત રહેશે. 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે હરેશભાઈ રાજ્યગુરુના મધુર સ્વરે રાસની રમઝટ બોલશે. 4 ડિસેમ્બર ને શનિવારે રાત્રે 9-30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવાયું છે. જેમાં કલાગાર સાગરદાન ગઢવી ઉપસ્થિત રહેશે. 6 જાન્યુઆરીના રોજ સવારે 10-30થી 12 વાગ્યા સુધી દાતાઓ તથા મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાશે. 6 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. . કથા દરમિયાન ભોજન પ્રસાદની વ્યવસ્થા રવાપર રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કરવામાં આવી છે.