મોરબી : પવિત્ર ધનુર્માસ નિમિતે વૃંદાવન ધામ, એસ.પી.રોડ, ફ્લોરા - 17, મોરબી ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વક્તા શિવધુન મંડળ પરિવાર વતી કૃષ્ણ ભક્ત થોભણભાઈ પટેલ દ્વારા બપોરે 3 થી સાંજના 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવવામાં આવશે. તા. 27-12-2025ને શનિવારથી પ્રારંભ થતી આ કથામાં બપોરે 2:30 કલાકે પોથીયાત્રા પ્રસ્થાન થશે. આ દરમિયાન ભાગવતજીનો મહિમા, ધંધુકારી આખ્યાન, પરીક્ષિતનો જન્મ, ચર્તુશ્લોકી ભાગવત, બીજા દિવસે કપિલા પ્રાગટય, સતીનો અગ્નિ પ્રવેશ, ધ્રુવ ચરિત્ર અને ભરાતજીનો મૃગ મોહ, ત્રીજા દિવસે અજામીલ આખ્યાન, જયવિજય કથા, વરાહ અવતાર નરસિંહ, હિરણ્યકશ્યપ વધ, ચોથા દિવસે ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, મોહિની અવતાર, બલીનો વિજય, વામન અવતાર, શુકન્યા ચરિત્ર, અંબરીષ કથા -2, રામ અવતાર, કૃષ્ણ પ્રાગટય, પાંચમા દિવસે જન્મોત્સવ, નામકરણ, કાલીનાગ દમન, ચીરહરણ, ગોવર્ધન પૂજા, રામલીલાનો પ્રારંભ, રૂક્ષ્મણી વિવાહ, છઠ્ઠા દિવસે નૃગરાજની કથા, સુદામા મિલન, ભક્તિયોગનો મહિમા, અને સાતમા દિવસે તા. 2-1-2026ના રોજ ભગવાન કૃષ્ણ કેવાસ, ઉદ્ધવને ભાગવત નિરૂપણ, શ્રી કૃષ્ણ આપશ્રી યદુનંદન કુલમો ક્લેશ કળયુગમાં ઉપાય સ્વધામ તરફ પ્રયાણ સાથે પુર્ણાહુતી થશે.