ભાગવતાચાર્ય શાસ્ત્રી નિખીલભાઈ જોષી કથાનું રસપાન કરાવશે મોરબીઃ સ્વ. અનંતરાય ભગવાનજીભાઈ ચાવડા તથા ચાવડા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આગામી તારીખ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન મોરબીના આંગણે કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરે આ કથાનું આયોજન કરાયું છે. પ્રફુલભાઈ અનંતરાય ચાવડા, જગદીશભાઈ અનંતરાય ચાવડા અન ગણપતભાઈ અનંતરાય ચાવડા દ્વારા યોજાનાર આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય શાસ્ત્રી નિખીલભાઈ જોષી બિરાજશે અને સાત દિવસ સુધી કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે. કથા દરરોજ બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલશે. 27 ઓક્ટોબરના રોજ બપોરે 2 કલાકે મોરબીના કુબેરનગરના ત્રિલોકધામ મંદિરથી પોથી યાત્રા નીકળશે, 30 ઓક્ટોબરના રોજ સાંજે 6 કલાકે કૃષ્ણ જન્મ ઉજવાશે, 31 ઓક્ટોબરના રોજ સાંજે 6 કલાકે ગોવર્ધન પૂજા થશે અને 1 નવેમ્બરના રોજ સાંજે 6 કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે. 3 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ કથાનું રસપાન કરવા માટે સર્વે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.