મોરબી : મોરબી તાલુકાના રાજપર (નવાગામ)માં આવતીકાલે બુધવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર (નવાગામ)માં પ્રાથમિક સ્કૂલની બાજુમાં રાજપર સહકારી મંડળી ગ્રાઉન્ડની બાજુમાં બપોરે 2-30થી સાંજે 6-30 વાગ્યા સુધી સનારીયા પરિવાર દ્વારા સ્વ. ઠાકરશીભાઈ મોહનભાઇ સનારીયા તથા તેમના પત્ની માતા શાંતાબેન ઠાકરશીભાઈ સનારીયા સહીત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શાસ્ત્રી સંદીપભાઈ પંડ્યાના વ્યાસપીઠ સ્થાને આવતીકાલ તા. 10થી 16 સુધી યોજાશે. આ આયોજનમાં તા. 10ના ગણેશ સ્થાપના, પોથીયાત્રા, દીપપ્રાગટ્ય અને શ્રીમદ ભાગવત માહાત્મ્ય તથા ત્યાર પછીના દિવસોમાં કપિલ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, રુક્મિણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગોનું રસપાન કરાવાશે. આ ઉપરાંત, તા. 11ના સુંદર કાંડ, તા. 13ના રાસ મંડળ અને તા. 14ના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..