એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં ગૌ-સેવાના લાભાર્થે એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. ગૌ-સેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા.૨૭ને સોમવાર થી તા.૨ને શનીવાર દરમિયાન કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત શાસ્ત્રી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવવામાં આવશે. પોથી યાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ,ગોવર્ધન લીલા,રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવશે. મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબી ચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા વિવિધ પ્રસંગોમા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર મો.૯૯૨૫૭ ૮૦૮૮૮,માવજીભાઈ પટેલ મો.૯૦૯૯૦૧૭૯૦૦,રમાબેન કોઠીયા મો.૯૭૨૭૮૭૧૯૧૯,જાગૃતિબેન કૈલા મો.૯૭૨૬૮૦૭૩૪૦,નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારવા તેમજ કથાનું રસપાન કરવા એવન્યુ પાર્ક મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..