27 એપ્રિલ સુધી ચાલશે ભાગવત સપ્તાહ વાંકાનેર : વાંકાનેર થી મોરબી જતા 4 કિમી આગળ ભવાની હોટલની સામે આવેલા કાળીધાર હનુમાનજીના મંદિરે તારીખ 21 એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. આ કથા 27 એપ્રિલ ને રવિવાર સુધી ચાલશે.વાંકાનેર, પંચાસર તથા વઘાસીયા ગામના ભાઈઓ અને બહેનોના સહયોગથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવારે 9 થી બપોરે 12 અને બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર વિદ્વાન વક્તા મીનાબેન કાપડી વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન દરેક ભક્તો માટે બપોરે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કથાનો લ્હાવો લેવા કાળીધાર હનુમાનજી મંદિરના પૂજારી, વઘાસીયા ગામ, નવા વઘાસીયા ગામ, પંચાસર ગામ તથા વાંકાનેરના તમામ ભક્તજનોએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.