મોરબી : મોરબીમાં સનાતન ધુન મંડળ દ્વારા ચાણક્ય એપાર્ટમેન્ટ બાજુમાં સરદારનગર-1 ખાતે તા. 16 થી 22 ડિસેમ્બર શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો દૈનિક સમય બપોરના 2 થી સાંજના 6 કલાકનો રહેશે. આ કથાના વક્તાપદે રધુવીરસિંહ ઝાલા બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં દૈનિક વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં તા.16ના બપોરના 2 કલાકે શ્રીકુંજ સોસાયટીથી ચાણક્યપુરી એપાર્ટમેન્ટ સુધી પોથીયાત્રા નીકળશે. તેમજ તા. 17ના પરિક્ષીત ગંગાગમન, કપીલ અવતાર, ધૃવ ચરિત્ર, તા. 18ના પ્રહલાદ ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષ, તા.19ના વામન ચરિત, રામચરિત, નંદ મહોત્સવ, તા. 20ના કૃષ્ણ બાળ લીલા, વૃંદાવનલીલા, ગોવર્ધન લીલા, તા. 21ના કૃષ્ણ ગોકુલ વિદાય, કંસ વધ, રૂક્ષ્મણી વિવાહ, તા.22ના સુદામાચરિત, પરિક્ષિત મોક્ષ, પિતૃમોક્ષ જેવા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સનાતન ધુન મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.