કથામાં શ્રી દીનેશબાપુ (કેરાળી વાળા) વ્યાસપીઠે બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબીમાં જાડેજા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષર્થે તથા સાપર ખાતે પ.પૂ.રાજર્ષિમુનિજીના સ્મૃતિ મંદિરના નિર્માણ અર્થે તા. 21-12-2024થી તા. 27-12-2024 દરમ્યાન શ્રી આનંદાચાર્ય (શ્રી મનહરસિંહ અજીતસિંહ જાડેજા) સુર નિવાસ, બ્લોક નં 50, વિદ્યુતનગર સોસાયટી, મોરબી -2 ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં શ્રી દીનેશબાપુ (કેરાળી વાળા) વ્યાસપીઠે બિરાજી બપોરે 2 થી 6 કલાક દરમ્યાન સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ આયોજનમાં તા. 21ના રોજ બપોરે 2 કલાકે પોથીયાત્રા, તા. 22ના રોજ બપોરે શુભ ચોઘડિયે શ્રી નરસિંહ પ્રાગટય, તા. 23ના રોજ શ્રી વામન જન્મ, તા. 24ના રોજ શ્રી રામજી જન્મ, તા. 25ના રોજ શ્રી કૃષ્ણ જન્મ, તા. 26ના રોજ શ્રી ગોવર્ધન પૂજા તથા તા. 27ના રોજ શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત તથા કથા પૂર્ણાહુતિ થશે. ત્યારે આ કથામાં સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.