રાજકોટના ભાગવત કથાકાર લાલજી મહારાજ કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબીમાં તા. 22 થી 28 ડિસેમ્બરના રોજ નાની વાવડી, બજરંગ સોસાયટી, ભગવતી પાર્ક સોસાયટી, શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભાગવત કથાકાર શ્રી લાલજી મહારાજ (રાજકોટ) વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે. આ કથામાં તા. 22ને સોમવારના રોજ સાંજે 4 કલાક પૂજન અર્ચન પોથીજી યાત્રા, તા. 23ના સાંજે 6 કલાકે શ્રી કપિલ ભગવાન પ્રાગટય કથા પ્રસંગ, તા. 24મીના સાંજે 6 કલાકે શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટય કથા પ્રસંગ, તા. 25મીના સાંજે 5:30 કલાકે શ્રી વામન ભગવાન પ્રાગટય કથા પ્રસંગ, શ્રી રામચંદ્ર ભગવાન પ્રાગટય કથા પ્રસંગ, શ્રી કૃષ્ણ ભગવાન પ્રાગટય કથા પ્રસંગ તથા નંદ ઉત્સવ, તા. 26મીના સાંજે 5:30 કલાકે શ્રી ગિરિરાજ ઉત્સવ તથા અન્નકુટ દર્શન, તા. 27મીના સાંજે 5 કલાકે રૂક્ષ્મણી દર્શન, તા. 28મીના બપોરે 12 કલાકે શ્રી પરીક્ષિત મોક્ષ તથા કથા પુર્ણાહુતી થશે. આ ઉપરાંત આ કથામાં દરરોજ રાત્રે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો આ કથામાં પધારવા સમસ્ત ભગવતી પાર્ક સોસાયટી નાની વાવડી મોરબી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.