ભાવેશ્વરી માતા કથાનું રસપાન કરાવશે મોરબી : મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના સર્વે રઘુવંશીઓ તથા જલારામ બાપાના ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૨૪/૪ થી ૩૦/૪ દરમિયાન કરવામા આવેલ છે.પોથીયાત્રા તા.૨૪ને રવિવાર બપોરે ૪ કલાકે દરિયાલાલ મંદીર,બજાર લાઈનથી જલારામ મંદીર,અયોધ્યાપુરી રોડથી નીકળશે.રતનેશ્વરીબેન ( ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) કથા રસપાન કરાવશે.કથા સમય બપોરે ૩ થી ૭ કલાકનો રહેશે.મહાપ્રસાદ દરરોજ સાંજે ૭ઃ૩૦ કલાકે રાખવામાં આવ્યો છે.દરેક રઘુવંશીઓ તેમજ સર્વે જલારામ બાપાના ભક્તોને પોથીયાત્રામા પધારવા,કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ લોહાણા મહાજન-મોરબી (ઉપપ્રમુખ-નવીનભાઈ રાચ્છ, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ તથા સર્વે સદસ્યો), અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી (પ્રમુખ-હસુભાઈ પુજારા તથા સર્વે સદસ્યો), રઘુવંશી યુવક મંડળ-મોરબી (પ્રમુખ-સુનિલભાઈ ચંદારાણા તથા સર્વે સદસ્યો), રઘુવંશી મહીલા મંડળ-મોરબી ( ચંદ્રિકા બેન પલાણ તથા સર્વે સદસ્યો), સમસ્ત પોપટ પરિવાર-મોરબી ( પ્રફુલ્લભાઈ પોપટ તથા સર્વે સદસ્યો), રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી( હરીશભાઈ રાજા તથા સર્વે સદસ્યો), દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી-મોરબી ( પ્રમુખ-નરેન્દ્રભાઈ પુજારા તથા સર્વે સદસ્યો), જલારામ સેવા મંડળ-મોરબી, જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી અને લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીની યાદીમાં જણાવાયું છે.