મોરબી : મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન સમિતિ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજશે.આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભક્તોને જોડાવા આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન સમિતિ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા.26/3 થી 1/4 સુધી પંચમુખી હનુમાનજી મંદિર,વેજીટેબલ રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.કથાનો સમય 3 થી 7 વાગ્યા સુધીનો રહેશે.શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો રસપાન સુહાગભાઇ દવે કરાવશે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.જેમાં તા.26ને શનિવારના રોજ બપોરે 2 કલાકે પોથીયાત્રા,બપોરે 3 કલાકે શ્રીમદ્દ ભાગવત મહાત્મ્ય કથા,તા.28ને સોમવારના રોજ સાંજે 7 કલાકે નૃસિંહ પ્રાગટ્ય,તા.29ને મંગળવારના રોજ સાંજે 4 કલાકે વામન પ્રાગટ્ય,સાંજે 5 કલાકે રામ પ્રાગટ્ય,સાંજે 6:30 કલાકે કૃષ્ણ પ્રાગટ્ય,તા.30ને બુધવારના રોજ સાંજે 6:30 કલાકે ગોવર્ધન પૂજા,તા.31ને ગુરુવારના રોજ સાંજે 6:30 કલાકે રૂક્ષ્મણી વિવાહ,તા.1ને શુક્રવારના રોજ સુદામા ચરિત્ર,સાંજે 5 કલાકે કથા વિરામ થશે.આ કથાનો લાભ લેવા પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન સમિતિએ ભક્તોને જાહેર આમત્રંણ આપ્યું છે.