કનકેશ્વરી દેવીજીના વ્યાસાસને 3 થી 9 સપ્ટેમ્બર સુધી કથાનું રસપાન કરાવાશે: સૌરાષ્ટ્રના ખ્યાતનામ વક્તાઓ પણ આપશે માર્ગદર્શનકથા સપ્તાહ દરમિયાન યોગાહાર શિબિર, નેત્ર રોગ અને હરસમસાની દવાનું વિતરણ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશેમોરબી અપડેટ : શ્રાવણ માસના પવિત્ર અવસરે મોરબીના બેલા રોડ પર આવેલા કનકેશ્વરી દેવી ગુરુ કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત શ્રી ખોખરા હનુમાનજી ધામ મુકામે વિવિધ ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.શ્રી ખોખરા હનુમાનધામની યાદી અનુસાર, સુમન રાજેન્દ્ર બિસારીયા અને બિસારીયા પરિવારના સહયોગથી મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે આગામી તારીખ 3/9/2026 થી 9/9/2026 સુધી સવારે 9:30 થી 12:30 કલાક દરમિયાન 'શ્રીમદ્ ભગવદ્ ગીતા કર્મયોગ કથા' યોજાશે. આ નિમિત્તે સૌરાષ્ટ્રના ખ્યાતનામ વક્તાઓ અને કથાકારો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન સાંભળવાનો લાભ પણ ધર્મપ્રેમી જનતાને મળશે.કથા સપ્તાહ દરમિયાન દરરોજ સાંજે 4 થી 6 કલાક સુધી 'યોગાહાર' પર નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ડો. ચૌહાણ સાહેબ અને ડો. રાજેશ પટેલ દ્વારા યોગાહારની ઉપયોગિતા અને તેનાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા લોકોએ પોતાનું નામ, ગામ અને ઉંમર લખીને અનિલભાઈ મહેતાના વોટ્સએપ નંબર 9727731361 પર મેસેજ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ ઉપરાંત, લોકોના આરોગ્યની સુખાકારી માટે તારીખ 4/9/2026 ના રોજ સવારે 9 કલાકે આંખના રોગ માટેના ટીપા તથા હરસમસાની દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જ્યારે તારીખ 5/9/2026 ના રોજ વિરમગામની શાલીગ્રામ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો. તેજસ પટેલ અને એમ.ડી. ફીઝીશીયન ડો. કૃણાલ શાહ દ્વારા હાડકા, સાંધા, કમરના દુ:ખાવા, ડાયાબિટીસ (સુગર), બી.પી. અને થાઈરોઈડ સહિતના રોગો અંગે મેડિકલ સલાહ અને દવાઓ આપવામાં આવશે.ત્યારબાદ તારીખ 6/9/2026 ના રોજ આયુર્વેદના નિષ્ણાત વૈદ્યજી દ્વારા પથરી, હરસ, મણકાના રોગો, અને સ્નાયુના દુખાવા વગેરેની વિશેષ સારવાર અપાશે. આ સાથે જ બાળરોગ નિદાન અને એક્યુપ્રેશર પદ્ધતિથી પણ સારવાર કરવામાં આવશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમો અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે રસ ધરાવનાર અને જરૂરિયાતમંદ દર્દીઓને શ્રી ખોખરા હનુમાનજી ધામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #KhokharaHanumanDham #BhagavadGita #FreeMedicalCamp #ShravanMaas #YogaCamp