મોરબી જિલ્લાની પોતીકી શ્રીજી દર્શન બ્રાન્ડ માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામા જ વિવિધ રાજ્યોના ખેડૂતોની પહેલી પસંદ બની : પાંચમા વર્ષમાં પ્રવેશ નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબી જિલ્લામા સ્થિત ખેત ઓજારોનું મેન્યુફેક્ચરિંગ કરતા શ્રીજી દર્શન એગ્રીકલ્ચરે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. શ્રીજી દર્શન બ્રાન્ડે પોતાની ગુણવતા થકી માત્ર ચાર વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ખેડૂતોનો વિશ્વાસ જીત્યો છે. હાલ આ બ્રાન્ડ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ વિવિધ રાજ્યના ખેડૂતોની પહેલી પસંદ બની રહી છે. ત્યારે આ સાહસનો પાંચમા વર્ષમાં પ્રવેશ થવા નિમિતે ભવ્ય કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં લુણસર ગામ પાસે 9 વીઘા જમીનમા પથરાયેલ શ્રીજી દર્શન એગ્રીકલ્ચર પ્લાન્ટમાં ખેત ઓજારોનું ઉત્પાદન થાય છે. ખેતીપ્રધાન ભારત દેશમાં ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે આવા સમયે ખેડૂતોને અતિ આધુનિક સાધનો મળી રહે અને ખૂબ ઓછા ખર્ચે વધુ સારી ખેતી થઈ શકે તેવા હેતુથી શ્રીજી દર્શન એગ્રીકલ્ચર દ્વારા અત્યાધુનિક મશીનરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રીજી દર્શન એગ્રીકલ્ચર દ્વારા ખાસ હાઇડ્રોલિક રીવર્ષેબલ પ્લાઉ( હળ)નું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં અહીંથી ડીસપ્લાઉ તેમજ રોટાવેટરનું પણ ઉત્પાદન કરવામાં આવનાર છે. શ્રીજી દર્શન એગ્રીકલ્ચર ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમા ગવર્મેન્ટ સબસીડી એપ્રુવલ છે. શ્રીજી દર્શનની સ્થાપના 2015માં થઈ હતી. ખેત ઓજારોમાં સારી નામના ધરાવતી આ કંપનીને 4 વર્ષ પૂર્ણ થતાં અને 5માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ખેડૂતોને આધુનિક મશીનરી અંગે માહિતી આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસનાં ખડુતોની સાથે મશીનરી અંગે માહિતી મેળવવા માટે ચાઈનાથી પણ મુલાકાતી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર પ્રાંત અધિકારી વસાવા સાહેબે પણ હાજરી આપીને આ સાહસની સફળતાને બિરદાવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.ખેતી ક્ષેત્રમાં અલગ અલગ સાધનોનું ઉત્પાદન કરી આ કંપની અતિ ઉપયોગી એવી ત્રણ પ્રોડક્ટ હાઇડ્રોલિક મોલ બોર્ડ,મિકેનિકલ એસેસરીઝમા ઉપલબ્ધ કરાવે છે જેમા રીવર્સીબલ પ્લાઉ સિંગલ સિલિન્ડર (2 ફરો), રિવર્સ પ્લાઉ સિંગલ સિલિન્ડર(3 ફરો), રીવર્સીબલ પ્લાઉસિંગલ સિલિન્ડ (4 ફરો) સામેલ છે.આ કાર્યક્રમ બાદ તમામ હાજર લોકો સામૂહિક ભોજન લઈ અને છુટા પડ્યા હતા.