હાલ પોલીસની ટિમો આરોપીને પકડવાના કામે લાગી છે, પોલીસ દ્વારા કડક અને યોગ્ય કાર્યવાહી થશે : ડીવાયએસપીએ આપી ખાતરીમોરબી : ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના વિરોધમાં શ્રી વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ રબારી સમાજે વિશાળ મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પત્ર આપ્યું હતું. આ વેળાએ ડીવાયએસપીએ પણ કડક અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. આ આવેદનમાં જણાવાયુ હતું કે ખાખરાળા ગામે તા. ૩૦ એપ્રિલના રોજ રબારી સમાજના આશાસ્પદ યુવાન કિશન જગદીશભાઈ કરોતરાની નિર્મમ હત્યા થઈ હતી. જેનો આરોપી સાગર આયદાનભાઈ ડાંગર ઉર્ફે મુળુ જે અસામાજિક તત્વ હોય, જેની ધરપકડ હજુ સુધી થયેલ ન હોય તો તેમની તાત્કાલિક ધરપકડ કરી તેમજ વધુ કોઈ આ ષડયંત્રમાં સંડોવાયેલ હોય તેવી રબારી સમાજને દ્રઢ શંકા છે. તો વધુ ઉલટ તપાસ તેમજ યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાવવા રબારી સમાજની માંગ છે. આ આશાસ્પદ યુવાનની હત્યાના બનાવના લીધે રબારી સમાજમાં પ્રચંડ આક્રોશ હોય આ યુવાનને યોગ્ય ન્યાય મળે તેમજ તેમની હત્યાના બનાવના યોગ્ય પુરાવાનો નાસ ન થાય તે દિશામાં યોગ્ય અને સક્ષમ અધિકારી પાસે તપાસ કરાવવાની માંગ છે.આ આરોપીને તેમજ તેમની સાથે ષડયંત્રમાં સામેલ વધુ માણસો સંકડાયેલ છે. જેમની તાત્કાલીક ધરપકડ, હત્યાના બનાવના કારણો રબારી સમાજને સંપૂર્ણ ષડયંત્રની જાણકારી મળે તેમજ આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ આરોપી પોલીસ ખાતામાં વગ ધરાવતો હોય જે છેલ્લા પાંચ દિવસ વિતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ પકડથી દૂર હોય તેમજ આરોપી તિક્ષણ હથીયાર તેમજ ગેરકાયદેસર પિસ્તોલ જેવા હથીયારો સાથે ખુલ્લેઆમ રખડતો જણાતો હોય, રબારી સમાજના પરિવારોની સલામતી પણ જોખમમાં હોય અને આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતી ટોળકીઓ સાથે સંકળાયેલ હોય, જેથી આ પરિવારના સભ્યો ભયભિત હોય, અસૂરક્ષા મહેસૂસ કરતા હોય જેથી આ દિશામાં વહેલી તકે કોઈ અનીચ્છીત બનાવ બન્યા પહેલા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. વધુમાં આગામી દિવસોમાં સમયમર્યાદામાં આ આરોપીની ઘરપકડ કરવામાં નહી આવે તો રબારી સમાજમાં પ્રચંડ આક્રોશ હોય જેના સંદર્ભે આગામી દિવસોમાં રબારી સમાજ યોગ્ય આંદોલનના માર્ગે મજબૂર થઈને જશે. ધરપડક થયા બાદ આ આરોપીની જાહેર સરભરા કરીને એક કાયદાકીય ડર પેદા કરવામાં આવે તેવી પણ માંગ છે.આ મામકે શ્રી વડવાળા યુવા સંગઠનના આગેવાન દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે આ બનાવથી રબારી સમાજમાં ભારે આક્રોશ છે. પોલીસ દ્વારા કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. મૃતક યુવાનના પિતા જગદીશભાઈ કરોતરાએ જણાવ્યું કે મને કાયદા ઉપર અને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે. પોલીસ એનું કામ કરે છે. પોલીસ ઝડપથી એનું કામ પૂરું કરશે અને યોગ્ય સજા આપશે. તેની અમને ખાતરી છે. મારા દીકરાની ઉંમર 21 વર્ષ હતી. તે રાજકોટમાં બીએડમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જીપીએસસીની તૈયારી કરતો હતો. વેકેશન પડ્યું હતું એટલે થોડા સમય માટે તે ગામ આવ્યો હતો અને તેની હત્યા થઈ ગઈ. કોઈ જૂનું મનદુઃખ નહોતું. હત્યા પાછળનું કારણ હજુ ખ્યાલ નથી.ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે લોહી વાળું હથિયાર એફએસએલની હાજરીમાં કબ્જે કરવમાં આવ્યું છે. સીસીટીવીના આધારે આરોપી જે ગાડીમાં ભાગ્યો તે ગાડી માળિયા હાઇવે પાસેની એક હોટેલ નજીકથી મળી આવી છે. એફએસએલની હાજરીમાં ગાડીમાંથી બે કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીનો મોબાઇલ અને ગાડી પણ કબ્જે થઈ ગઈ છે. બે કરતુસ ઘટના સ્થળેથી પણ કબ્જે થયા છે. પોલીસ પાસેના પુરાવા અને તપાસ જોતા નીચલી કોર્ટમાંથી જામીન મળવાની શક્યતા નહિવત છે જેની હું ખાતરી આપું છું. આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસની અલગ અલગ ટિમો તેને શોધવા માટે કામે લાગેલી છે.