મોરબી : મોરબી શહેરમાં આજે મચ્છુ માતાજીની પરંપરાગત ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં શ્રી રામ વડવાળા ગ્રુપ દ્વારા સતત 16 માં વર્ષે પણ સરબત અને પાણીની અવરીત સેવા આપવામાં આવી હતી. શ્રી રામ વડવાળા ગ્રુપ દ્વારા દરબાર ગઢ પાસે લોકોને પાણી અને સરબત પ્રેમથી પીવડાવવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.