મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી દ્વારા ભારત માતા મંદિરના લાભાર્થે મોરબીના આંગણે પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકીકૃત રામકથા શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના રવાપર તથા એસપી રોડની વચ્ચે અવધપુરી સનસિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 એપ્રિલ થી 1 મે સુધી શ્રી રામ સે રાષ્ટ્રકથા યોજાશે. જેમાં વક્તા અંજલીબેન આર્ય (વેદ વિદુષી- હરિયાણા) દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે. કથામાં ડો. એન.પી. સિંહ (નિવૃત્ત આઈએએસ), સવજીભાઈ ધોળકીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, સ્વામી પરમાર્થદેવજી, મનસુખભાઈ સુવાગીયા સહિતના મહેમાનો પધારશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.