દરરોજ કથામાં આવતા વિવિધ પ્રસંગોની થશે ઉજવણી : તા.25એ કથા વિરામમોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે આવતીકાલે તા.17ને શનિવારથી તા.25ને રવિવાર સુધી શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનું રસપાન બાળ વિદુષી રત્નેશ્વરી દેવી પોતાના મધુર કંઠે કરાવશે.કથામાં તા.19ના રોજ શિવ વિવાહ, તા.20ના રોજ શ્રી રામ પ્રાગટય, તા.22ના રોજ રામ સીતા વિવાહ, તા.23ના રોજ ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, 108 લોટા રાંદલ, યજ્ઞ પવીત, તા.24ના રોજ યજ્ઞ, રામેશ્વર સ્થાપન, તા.25એ કથા વિરામ થશે. કથાનો સમય 9થી 11 અને 2થી 6 રહેશે. આ કથામાં પધારવા રામધન આશ્રમ તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.