મોરબી : આજે તારીખ 5-4-2025 ને શનિવારના રોજ ભરતનગર પ્રાથમિક શાળામાં ભગવાન શ્રીરામના જન્મોત્સવનાં પાવન અવસરે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં અભ્યાસની સાથોસાથ ભગવાન શ્રીરામના જીવન-કવન દ્વારા નૈતિકતા તેમજ આધ્યાત્મિકતાનું સિંચન થાય એ હેતુસર શ્રી રામજી મંદિર ચોકમાં સવારે 7:45 થી 9:15 દરમિયાન શાળાના બાળકો દ્રારા રામધૂન, ભજન તથા રામાયણના પાત્રોનું એક પાત્રીય અભિનય, નાટકો, ટૂંકા સંવાદ તથા નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. આ ભક્તિમય કાર્યક્રમનો વાલીગણ તેમજ ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે બધા બાળકોએ ભગવાન શ્રીરામની સમૂહ આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.