વાંકાનેર: ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા ભાટીયા ગામે શ્રી ભૂરીયા હનુમાનજી મંદિર સમસ્ત પરિવાર દ્વારા માઁ ભગવતીના વંદના સ્વરૂપે શ્રી લીમડાવાળા મેલડી માતાજીના ભવ્ય માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગ સ્વર્ગસ્થ મનસુખદાસ બાપુ અને સબુબાપુના આશીર્વાદ સાથે સંવત્ ૨૦૮૨ના કારતક સુદ અગિયારસ એટલે કે આજે રવિવાર, તારીખ ૨-૧૧-૨૦૨૫ ના શુભ દિવસે શ્રી ભૂરીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે યોજાશે.જેમાં થાંભલી રોપવાનું મુહૂર્ત આજે તા. ૨-૧૧-૨૦૨૫ને બપોરે ૩:૦૦ વાગ્યે તેમજ વધાવવાનું મુહૂર્ત આવતીકાલે સોમવાર, તા. ૩-૧૧-૨૦૨૫ના વહેલી સવારે શુભ ચોઘડિયે રાખેલ છે. આ ધાર્મિક પ્રસંગમાં માઁ મેલડીના ચરણે બેસીને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.