મોરબી : મહેન્દ્રનગર ગામ સમસ્ત દ્વારા તા. 16-8-2025ને શનિવારના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે હનુમાનજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ભક્તિ, આનંદ અને એકતાના ઉત્સવમાં તમામ ગામજનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.