મોરબી : તા. 27-9-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી સમજુબા યુવા ગરબી મંડળ, ખોડિયાર ડેરી પાછળ, સમજુબા સોસાયટી, નાની વાવડી ખાતે શ્રી ખોડિયાર મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખારી ગામનું પ્રખ્યાત શ્રી ખોડિયાર મેલડી મંડળ રમશે. આ આયોજન શ્રી સમજુબા યુવા ગરબી મંડળના ભરતભાઈ શેરસીયા તથા જુલિયન રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે. તો આ મેલડી મંડળ નિહાળવા ભાઈઓ તથા બહેનોને પધારવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.