મોરબી: શ્યામ પ્રેમીઓ માટે આગામી પવિત્ર ફાગણ માસ નિમિત્તે મોરબીથી રાજકોટ સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હારે કા સહારા, બાબા શ્યામ હમારા’ના નાદ સાથે કળિયુગના રાજા ગણાતા ખાટું શ્યામ બાબાના આશીર્વાદ લેવા માટે પાંચમી નિશાન (ધ્વજા) પદયાત્રા યોજાશે.યાત્રાની વિગત:આ પદયાત્રા તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૫:૦૦ કલાકે શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસેના સત્યેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે. સમગ્ર રસ્તે ડીજે, ઢોલ અને ધમાલ સાથે ભક્તો ઉમંગભેર રાજકોટ સ્થિત ખાટું શ્યામ બાબાના મંદિર તરફ આગળ વધશે.માર્ગમાં ભક્તો માટે નાસ્તો, જમવાનું અને રાત્રિ વિશ્રામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ ફાગણ સુદ અગિયારસના પવિત્ર દિવસે રાજકોટ શ્યામ મંદિરે નિશાન (ધ્વજા) ચઢાવવામાં આવશે. જે ભક્તો રાજસ્થાન જઈ શકતા નથી, તેમના માટે આ યાત્રામાં જોડાઈને બાબાને અરજી કરવાનું ઉત્તમ માધ્યમ બની રહેશે.નોંધણી અને સંપર્ક:નિશાન (ધ્વજા) સેવા માટે પ્રત્યેક ભક્ત દીઠ ₹૨૫૧/- રાખવામાં આવ્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે વહેલી તકે નામ નોંધણી કરાવવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.નિખિલભાઈ કાબરા: +91 97370 44562રણધીરભાઈ શર્મા: +91 98256 56983સ્થળ: કાબરા એન્ડ કંપની, સુપર માર્કેટ, શનાળા રોડ, મોરબી.#Morbi #MorbiUpdate #KhatuShyam #Padyatra #Rajkot #FagunMela #ReligiousNews #MorbiNews #JaiShreeShyam