મોરબી : શ્રી જલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઠંડીથી કાંપતા ગરીબોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જલારામબાપા ચેરીટેબલટ્રસ્ટ મોરબી દ્વારા સંસ્થાના સંચાલક વિશાલભાઈ એમ. મકાણી, કંચનબેન ડી. ભટ્ટી, દીપકભાઈ ભટ્ટી તથા મનીષભાઈ ભટ્ટી દ્વારા ગણેશ ગ્લાસવેર નજીક આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વાવડી રોડ, સોમૈયા સોસાયટી સ્થિત સંસ્થાના સંચાલક વિશાલભાઈ મકાણી દ્વારા મોરબીની તમામ હોસ્પિટલમાં તેમજ વૃદ્ધ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા પણ પુરી પડાઈ રહી છે.