જગદગુરુ દ્વારાચાર્ય મલુકપીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજના શ્રીમુખેથી ભક્તો માણશે કથામૃત: દરરોજ સાંજે મહાપ્રસાદ યોજાશેમોરબી અપડેટ : લાલપર સત્સંગ મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીના એસ.પી. રોડ પર આવેલા દેવ ફાર્મ ખાતે આગામી તારીખ 20/08/2026 (ગુરુવાર) થી 22/08/2026 (શનિવાર) દરમિયાન 3 દિવસીય દિવ્ય 'શ્રી ભક્તમાલ સત્સંગ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ દિવ્ય સત્સંગ મહોત્સવમાં અનંત વિભૂષિત જગદગુરુ દ્વારાચાર્ય અગ્રપીઠાધીશ્વર તથા મલુકપીઠાધીશ્વર (રૈવાસા-વૃંદાવન ધામ) પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ પોતાના મુખેથી શ્રી ભક્તમાલ ગ્રંથના માધ્યમથી ભાવિક ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે.સત્સંગનો સમય દરરોજ સાંજે 4:00 થી 7:30 વાગ્યા સુધીનો રહેશે. કથા પૂર્ણ થયા બાદ દરરોજ સાંજે તમામ હરિભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરબી શહેર તેમજ આસપાસના પંથકના તમામ ધર્મપ્રેમી લોકોને સત્સંગ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા લાલપર સત્સંગ મંડળ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BhaktamalSatsang #RajendradasJiMaharaj #LalparSatsangMandal #DevFarm #SPRoad #ReligiousEvent #MorbiNews #GujaratNews