પદયાત્રામાં જોડાતા તમામ યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને મેડિકલ સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પડાશે મોરબી: ભાદરવી પૂનમના પાવન પર્વે મા અંબાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી જતા હોય છે. આ યાત્રામાં જોડાવા માટે મોરબીથી દર વર્ષે જતો શ્રી અંબિકા પદયાત્રા સંઘ આ વર્ષે પણ તા. 27-8-2025 ને બુધવારના રોજ અંબાજી જવા માટે રવાના થશે.27 વર્ષથી અવિરતપણે આ પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ યાત્રાના મુખ્ય આયોજકો કુંતાસીના વતની અને હાલ મોરબીમાં રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેમના જણાવ્યા મુજબ, તા. 27 ઓગસ્ટના રોજ સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો “જય અંબે”ના નાદ સાથે અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરશે.આ પદયાત્રામાં જોડાતા તમામ યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને મેડિકલ સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાકાર્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, ધનજીભાઈ કાવર, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર સક્રિય રીતે જોડાશે.