મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. મોરબીઃ આર્ય સમાજ લખધીરવાસ મોરબી દ્વારા આગામી 11 ઓગસ્ટના રોજ શ્રાવણી ઉપાકર્મ-યજ્ઞોપવિત ધારણ વિધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યારે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ વેદ કથામૃતનું આયોજન કરાયું છે. આર્ય સમાજ લખધીરવાસ મોરબી દ્વારા આગામી તારીખ 11 ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે 9-30 કલાકે આર્ય સમાજ મંદિર- લખધીરવાસ ખાતે શ્રાવણી ઉપાકર્મ- યજ્ઞોપવિત ધાર વિધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યારે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 9 થી 11 તથા સાંજે 4 થી 6 સુધી વેદ કથામૃતનું આયોજન કરાયું છે. જેમાં ચાતુર્માસમાં સામવેદની શ્રૃતિઓના પાઠ-ગાન અને વ્યાખ્યાન સાથે યજ્ઞની આહૂતિઓનું સુંદર આયોજન કરાયું છે. યજ્ઞ કાર્યક્રમમાં લાભ લેવા ઈચ્છતા લોકોએ ડો. વિજયસિંહ સિસોદીયા (મો.નં- 98258 44249), ઉદયભાઈ આર્ય (મો.નં.- 99248 49833), વિજયભાઈ રાવલ (મો.નં.- 94282 60393)નો સંપર્ક કરવો. આ યજ્ઞમાં પંડિત ધર્મવીરજી શાસ્ત્રી- મોરબી, બ્ર. દીપેશજી શાસ્ત્રી- મોરબી અને બ્ર. વિવેકજી શાસ્ત્રી- ટંકારા હાજરી આપશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવાયું છે.