શિવ પુરાણ મુજબ, કઈ સામગ્રીમાંથી પવિત્રતાનું પરિણામ છે, એટલે કે તમે કયા હેતુથી રૂદ્રાભિષેકનો ઉપયોગ કરી રહ્યા છો, શિવ પુરાણમાં કયા પદાર્થનો ઉલ્લેખ છે તેનું વિગતવાર વર્ણન રજૂ કરાયું છે. વિનંતી છે કે જો તમે તે મુજબ રુદ્રાભિષેક કરો છો તો તમને સંપૂર્ણ લાભ મળશે. શ્લોક : जलेन वृष्टिमाप्नोति व्याधिशांत्यै कुशोदकै दध्ना च पशुकामाय श्रिया इक्षुरसेन वै। मध्वाज्येन धनार्थी स्यान्मुमुक्षुस्तीर्थवारिणा। पुत्रार्थी पुत्रमाप्नोति पयसा चाभिषेचनात।। बन्ध्या वा काकबंध्या वा मृतवत्सा यांगना। जवरप्रकोपशांत्यर्थम् जलधारा शिवप्रिया।। घृतधारा शिवे कार्या यावन्मन्त्रसहस्त्रकम्। तदा वंशस्यविस्तारो जायते नात्र संशयः। प्रमेह रोग शांत्यर्थम् प्राप्नुयात मान्सेप्सितम। केवलं दुग्धधारा च वदा कार्या विशेषतः। शर्करा मिश्रिता तत्र यदा बुद्धिर्जडा भवेत्। श्रेष्ठा बुद्धिर्भवेत्तस्य कृपया शङ्करस्य च!! सार्षपेनैव तैलेन शत्रुनाशो भवेदिह! पापक्षयार्थी मधुना निर्व्याधिः सर्पिषा तथा।। जीवनार्थी तू पयसा श्रीकामीक्षुरसेन वै। पुत्रार्थी शर्करायास्तु रसेनार्चेतिछवं तथा। महलिंगाभिषेकेन सुप्रीतः शंकरो मुदा। कुर्याद्विधानं रुद्राणां यजुर्वेद्विनिर्मितम्। અર્થ : જળ થી રુદ્રાભીષેક વરસાદનું કારણ બને છે. કુશાના જળથી અભિષેક કર્યા પછી વ્યક્તિને રોગ અને દુ: ખથી રાહત મળે છે. જ્યારે દહીથી અભિષેક કરવામાં આવે ત્યારે જમીન અને વાહનો મેળવવા માટે કરવા માં આવે છે. શેરડીના રસથી અભિષેક કરવા પર લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. જ્યારે મધવાળા પાણીથી અભિષેક થાય ત્યારે સંપત્તિમાં વધારો થાય છે. યાત્રાધામના જળથી અભિષેક કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અત્તરના પાણીથી અભિષેક કરવા થી રોગ નાશ થાય છે. ગાય ના દૂધથી અભિષેક કરવાથી પુત્રની પ્રાપ્તિ, રોગની શાંતિ અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે ગંગા જળનો અભિષેક કરવાથી તાવ મટે છે. શર્કરા( સાકર)મિશ્રિત દૂધની અભિષેક કરીને દેવતા પ્રાપ્ત કરવા માટે. ઘી સાથે અભિષેક કરવાથી વંશ ની વૃદ્ધિ થાય અને બાળ મૃત્ય અટકાય છે. સરસવના તેલથી અભિષેક કરવાથી રોગ અને શત્રુઓ દૂર થાય છે. શુદ્ધ મધ સાથે રુદ્રાભિષેક કરવાથી પાપ ઓછું થાય છે. આવી રીતે ભગવાન ભોળાનાથ નું પૂજન અને અભિષેક કરવાથી જાણતા-અજાણતા થયેલા પાપોમાંથી દરેક મનુષ્ય તરત મુક્ત થાય છે અને પુજનાર વ્યક્તિમાં શિવ તત્વ રૂપ 'સત્યમ શિવમ સુન્દરમ'નો આંતરિક ઉદય થાય છે અને ભગવાન ભોળાનાથ ની કૃપાથી સમૃદ્ધિ,ધન ધાન્ય, વિદ્યા અને સંતાનની પ્રાપ્તિ સાથે સાથે દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે શિવ અભિષેક ખાસ કરીને ઘરે કરાવવો જેથી ઘરની અંદર અથવા આપણા વ્યવસાયના સ્થાન ઉપર પણ સુખ શાંતિની પ્રાપ્તિ થાય અને એ મંત્રોનું એક અલગ ઉર્જા આપણા ઘરની અંદર વહેતી થાય જે નેગેટિવ એનર્જીને બહાર કાઢે અને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગ ઉપર અલગ અલગ વિશેષ વસ્તુઓ અર્પણ કરવાની હોય છે જેને શિવ મુષ્ટિકા કહેવાય છે. 1. પ્રથમ સોમવારે મુઠ્ઠીભર આખા ચોખા, 2. બીજા સોમવારે સફેદ તલ મુઠ્ઠી ભરી ૩ ત્રીજા સોમવારે મગ ચઢાવવા 4 ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ ચડાવવા 5 પાંચમા સોમવારે સત્તુ (શેકેલો લોટ કોઈપણ ધાન્ય નો જેમ કે ચણા/ઘઉં/ચોખા વિગેરે... (બાજરા સિવાય) જો મહિનામાં પાંચ સોમવાર હોય તો પાંચમા સોમવારે સત્તું (શેકેલો કોઈપણ લોટ ઘઉંનો અથવા ચોખાનો અથવા ચણાનો જેને સત્તું કહેવાય છે)ચળાવવામાં આવે છે. જો પાંચ સોમવાર ન હોય, તો પછી તમે છેલ્લા સોમવારે બે મુઠ્ઠી કોઈ અલગ અલગ સત્તું પ્રદાન કરવું એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં પૂજા કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ માંથી મુક્તિ મેળવી શકાય છે. ભગવાન વિશ્વનાથ સર્વ સમર્થ છે. મનુષ્યના દરેક પાપો ને ક્ષય કરી મોક્ષ પ્રદાન કરે છે કર્મથી થયેલો દોષ પણ ભગવાન ભોળાનાથ નાબૂદ કરે છે ગ્રહ દોષને પણ ભગવાન દૂર કરે છે (૧) જો સૂર્યને લગતી કોઈ અવરોધ ઊભો થાય તો પછી યોગ્ય રીતે પાંચોપચાર પૂજન કર્યા બાદ તમારે લાલ ફૂલો અને આકડા ના ફૂલ અને અર્ક ના પાંદડાઓથી શિવની પૂજા કરવી જોઈએ. (૨)જો તમે ચંદ્રથી પરેશાન છો, તો દર સોમવારે શિવલિંગ પર ગાયનું દૂધ ચળાવો. સોમવારે વ્રત પણ રાખો. (૩) મંગળથી જો મુશ્કેલી આવતી હોય તો લીમડા માં સાથે ઊગતો ગળો ના રસથી શિવનો અભિષેક કરવો મંગલને લગતી અવરોધોના નિવારણ માટે લાભકારક રહેશે. (૪) બુધ ગ્રહ થી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે અપામાર્ગ ના રસથી શિવનો અભિષેક કરવો વધુ સારું રહેશે. (૫) ગુરુ ગ્રહ માટે દર ગુરુવારે શિવલિંગ પર હળદર મિશ્રિત દૂધ ચળાવવું જોઈએ. (૬) જો તમે કોઈ શુક્ર ને અનુકૂળ બનાવવા માંગતા હો, તો શિવલિંગનો પંચામૃત અને ઘીથી અભિષેક કરો. કોઈ પુરુષને ગર્ભાધાનમાં કાઉન્ટિંગ પ્રોબ્લેમ આવતો હોય તો ખાસ કરવું (૭) આપને જો શનિની સાડાસાતીનો પિરિયડ હોય અને શનિ ગ્રહથી આપ પીડિતો હો તો શિવલિંગ પર શેરડીનો રસ અને છાશથી અભિષેક કરો. (૮/૯) કુશ(દભડો) અને દુર્વાને પાણીમાં ભેળવીને રાહુ-કેતુથી છુટકારો મેળવવા માટે, શિવનો અભિષેક કરવાથી લાભ થશે. શિવપુરાણ અનુસાર વ્યક્તિના પોતાના મનોરથ પૂર્ણ માટે અને સંકટની મુક્તિ માટે અલગ-અલગ અભિષેક શિવલિંગ ઉપર કરવાનો અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે મનની અંદર બેચેની હોય અને ગભરામણ થતી હોય ચારે બાજુ નિરાશાથી ભરાઈ ગયા હોય તેમજ પરિવાર ની અંદર કલહ રહેતો હોય, ઘણી મહેનત કરતા હોય છતાં પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ ન થાય ત્યારે ગાયના દૂધનો અભિષેક કેસરયુક્ત જળથી મિશ્રિત કરી અવશ્ય કરવો ઉત્તમમાં ઉત્તમ ઉપાય આ જ છે અલગ-અલગ મંત્રોના પણ ઉપાય શિવપૂજન માં થાય છે (૧) સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ ઉપર અને વંશની વૃદ્ધિ કરવા માટે શિવ સહસ્ત્ર નામ બોલી એક એક ચોખાનો દાણો ચડાવી એ ચોખાની ખીર સ્ત્રીને આપવામાં આવે તો અવશ્ય ભગવાન ભોળાનાથ વંશની વૃદ્ધિ કરે છે તેમ જ સંતાન પ્રાપ્તિ કરાવે છે (૨) શિવજી ઉપર જલધારા નો અભિષેક માનસિક શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે નમઃ શિવાયના જાપ કરવા (૩) ભૌતિક સુખ સુવિધા મેળવવા માટે અત્તરના જળથી ખાસ કરી અને ગુલાબનું મોગરાનું ચમેલીનું કમળ ચંદન કેસર આવું ઉત્તર લેવું ( ચંપો અને કેવડાનું અતર ખાસ ન લેવા ) (૩) રોગોથી મુક્તિ મેળવવા માટે મધમિશ્રિત...