મોરબીના આસ્વાદ પાનની બાજુમા મહેંન્દ્રપરા પાસેની ઘટના મોરબી : મોરબીના આસ્વાદ પાનની બાજુમા મહેંન્દ્રપરા પાસે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. મોરબી એ-ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વજેપર, આસ્વાદ પાનની બાજુમા મહેંન્દ્રપરામા રહેતા તુષારભાઇ કરશનભાઇ સવધર (ઉ.વ.૧૮) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી એ-ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એન. એસ.લાવડીયા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..