મોરબી : હળવદ તાલુકાની રાતાભે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. જે મામલે ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે હાલ શાળામાં 8નું મહેકમ અને 1 આચાર્ય છે. મહેકમમાં 7ની ઘટ છે. ગામની શિક્ષણ સેવા ખોરવાય નહિ તે માટે તાત્કાલિક અહીં મહેકમ પૂરતું મુકવામાં આવે તેવી માંગ છે.