દૈનિક 3 લાખ લીટરની જરૂરિયાત સામે 1 લાખ લીટર ડીઝલ જ મળતા પેટ્રોલપંપ સંચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલની શોર્ટ સપ્લાયના કારણે મોરબીમાં પણ હાલ પેટ્રોલ ડીઝલની કાગારોળ મચી ગઇ છે. પેટ્રોલપંપ ઉપર પૂરતું પેટ્રોલ ડીઝલ નથી. ખરેખર જરૂરિયાત કરતા સાવ ઓછું પેટ્રોલ ડીઝલની સપ્લાય આવતા હાડમારી સર્જાઈ છે. તેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે મોરબી જિલ્લા પેટ્રોલ પમ્પ એસોસિએશન પ્રમુખે નિવેદન આપ્યું હતું કે, મોટાભાગની કમ્પનીઓ પૂરતો જથ્થો આપતી નથી. મોરબી જિલ્લામાં દૈનિક 3 લાખ લીટર ડીઝલ વપરાતું હોય છે જેની સામે હાલ 1 લાખ લિટર જ આવે છે આથી જિલ્લામાં પેટ્રોલ પંપમાં અછત જોવા મળી છે અને પેટ્રોલ પર આવતા ગ્રાહકને મુશ્કેલી પડે છે. પેટ્રોલ - ડીઝલની ઘટ્ટ હોવાથી પેટ્રોલપંપ ઉપર લોકોની કતારો સાથે તડાફડીનો માહોલ જોવા મળે છે. યુક્રેન અને રશિયા યુદ્ધની અસરને પગળે તંગી સર્જાઈ છે. મોરબીમાં કુલ 250 જેટલા પંપ છે અને નાયરાના 60થી વધુ પંપ છે. જેમાં જરૂરિયાતની સામે 25 ટકા જ સપલાઈ આવે છે.એચપી અને બીપીસીએલમાં છેલ્લા દસ દિવસથી 50 ટકા જ સપલાઈ આવે છે. મોરબી ઔધોગિક શહેર હોય અને ઉપરથી લાઈટ જાય ત્યારે માંગ વધી જતાં અફડાતફડી મચી ગઇ છે. જો કે હવે પેટ્રોલપંપના માલિકોને એડવાન્સમાં પેમેન્ટ ચૂકવું પડે છે. પહેલા બે દિવસ બકીમાં કામ ચાલતું હતું. આગોતરું પેમેન્ટ ચૂકવવા છતાં પૂરતી સપલાઈ મળતી નથી. અમુક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ડીઝલ ખલાસના બોર્ડ પણ લાગી ગયા છે.