મેઈન બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, નાયબ મામલતદારોએ તુરંત બુઝાવીટંકારા : ટંકારા મામલતદાર કચેરીમાં આજે શોર્ટ સર્કિટના કારણે મેઈન બોર્ડમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે નાયબ મામલતદારોએ આગ તુરંત બુઝાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મામલતદાર કચેરીમાં આજે બપોરના અરસામાં વીજળીના મેઈન બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બોર્ડમાં આગ લાગી હતી. જો કે નાયબ મામલતદાર સુરેશભાઈ સોલંકી અને વિશાલભાઈ બાવરવાએ ફાયર સેફટીના બાટલાથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ મામલે તુરંત પીજીવીસીએલને પણ જાણ કરવામાં આવી હતી.