મોરબી અપડેટ: મોરબીના લાલપર પાસે હાઈવે પર ખુલ્લા વીજવાયરો પડ્યા છોડી દેવાયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાએ બેદરકારીપૂર્વક છોડી દેવાયેલા આ વાયરોના કારણે શોર્ટસર્કિટ કે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખુલ્લા વાયરોનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ જોખમાશે કે જાનમાલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી હાઈવેના જવાબદાર અધિકારીઓની રહેશે. #Morbi #MorbiUpdate #Lalpar #NationalHighway #OpenElectricWires #ShortCircuitRisk #HighwayAuthority #PublicSafety #CivicIssues #MorbiNews